પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
છેલ્લું પ્રયાણ
 

 ભાગ ગીનણો ખપે. કારણ હીતે દુઃખ જી જગા ઈન હીતે મા, પે, કાકા, મામા, જી ચ્યો હી પાણ.’ (તમે શીદ લડો છો ? અહીં તે આપણે એક માનાં પેટ કહેવાઈએ. એકબીજાને દુ:ખમાં મદદ કરવી જોઈએ કારણે અહીં તો મા, બાપ, કાકા જે કહીએ તે આપણે જ પરસ્પર છીએ.)

આવા ખામોશીના શબ્દોથી પણ છેડાઈ ઊઠીને એ કેદી તોફાને ચડ્યો એટલે રાયદેએ એને માર્યો, તેના પરિણામે રાયદેને અંધારી ખોલીની સજા થઈ.

પછી મઢમની કૃપા થઈ તેથી એ પાછો મુકાદમ બન્યો ને એક વાર બજારમાં ચાલ્યો જતો હતો, ત્યાં કોઈક માણસને દુહો બોલતો સાંભળ્યો. દુહો તો આમ હતો—

શેખપર સિંધવો કિયો,
રાયદે વડો રૂવાબ;
ધરણી લાગી ધ્રુજવા,
ન ચડે નગર કે નવાબ.

કોઈક ઓળખીતો કેદી આ દુહો બોલ્યો તેથી રાયદેને ગઈ ગુજરી યાદ આવી:

‘અરે જીતવા ! આંઉ હકડે ડી નગર ને નવાબ જેડે કે ધ્રુજાઈન્દો વો, ને હિંદમેં હાક ફાટતી વી. ને આજ પેરમેં જંજીર પઇ વઈ.’

એમ આ દુહાએ રાયદેના વિચાર ફેરવી નાખ્યા. એ દુહાએ મોટું બળ આપ્યું, હાલતાં ને ચાલતાં, ખાતાં