પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૧૦૩
 

 ને પીતા, એ જ દુહો યાદ આવવા લાગ્યો. એમાં સામત આવ્યો, બન્ને બેઠા, કારણ કે સામત પણ હવે છૂટો ફરતો હતો. એની સાત વર્ષની સજામાં હવે ફક્ત બે વર્ષ બાકી હતાં.

રાયદે કહે, ‘સામત ભા, હકડી ઘાલ ચાં. આંઈ તો ઠીક પણ આંઉ તો હીતે ને હીતે મરી વીન્નો ને કોઈ ચારણ જે હથ પણ અડીન્દા ના.’ (એક વાત કહું: તું તો ઠીક પણ હું તો અહીં જ મરી જઈશ ને મારા શબને કઈ ચારણના હાથ પણ નહિ અડે.)

સામત કહે, ‘ભલા માણસ, મરદ જેવો મરદ હવે નમાલી વાત કરે છે ? શરમાતો નથી ? ને મરદ તો તુરંગમાં પણ પડે. ને આપણે કંઈ અધૂરું રાખ્યું છે ?’

રાયદે કહે: ‘મારે તો ભાગી જવું છે.’

‘ક્યાં?’

‘આપણા દેશમાં. તારે આવવું છે?’

સામતે કહ્યું કે, ‘મારે તો હવે નથી આવવું, પણ તું બારાડીમાં જા તો મારે ઘરે જઈને બધાને મારી વાત કહેજે.’

એમ કહેતો સામત હસવા લાગ્યો, એટલે રાયદે કહે, ‘સામત, તોકે ઠેકડી લગેતી પણ સચી ઘાલ ચ્યાંતો. મરીં તો વીંજણો જ અય. હીતે મરણું નાય. ભલે દરિયેમેં મરું.’

બન્ને જુદા પડ્યા. રાયદે ભાગવાની જુક્તિ વિચારવા