પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
છેલ્લું પ્રયાણ
 

 લાગ્યો. એક વિચાર સૂઝ્યો. હમેશાં વહેલો ઉઠીને ગામમાંથી લાકડાના લાંબા કટકા ગોતીને તે લઈ ગામથી દૂર ભેગા કર્યા પછી એકબીજાને જોઈન્ટ કરી બે ખાટલા જેવડું ત્રાપું બનાવ્યું ને થોડા દિવસનું ખાવાપીવાનું લીધું. પછી એક દિવસ સામતને કહ્યું ‘જે માતાજી ! હણે ધ્યાન રાખીજ ને ગરીબ થૈ સજા પૂરી કરી જ, આંઉ જો તો હણેં માતાજીજી મરજી હી થિન્દો.’

બેઉ જણે ભેટ્યા. સાંજે રાયદેએ ત્રાપો દરિયામાં નાખ્યો, ને બંદર પર એક સંત્રી બંદૂક લઈ ટેલતો હતો તેની પાસે જઈ, ગળું પકડી, દબાવી મારી નાખ્યો; તેની બંદૂક લઈ ત્રાપા ઉપર નાખ્યો. સઢ ચડાવી રવાના થયો. પવન સારો એટલે સવાર થતાં ત્રાપો આગળ નીકળી ગયો. ને સામેથી એક વહાણ આવ્યું.

આ વહાણ રાયદેના વતનના બંદર સલાયાનું હતું તેનો ખારવો આમદ હતો. આમદ વહાણ લઈ આંદામાન આવેલો ને બજારે રાયદે સાથે મેળાપ થયો હતો. સંતલસ કર્યા પ્રમાણે આમદ એક દિવસ વહેલો વહાણ ઉપાડી દરિયે જઈ થોભ્યો હતો.

રાયદેને વહાણમાં લીધો. વહાણને સાત સઢ ઉપર કાગડી ચડાવી મારી મૂક્યું. એક રાતે કાઠિયાવાડના પિંડાર ગામને કિનારે રાયદેને ઉતારી વહાણું પાછું વળી ગયું. આંદામાનના