પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૧૦૭
 

 વાઘેરો કહે, ‘ચાલ અમારી ભેળો ઓખે.’

‘તમારું મોં નહિ જોઉં, જાવ.’

ગાડું જોડીને કાળે મહારાજે રાયદેને ગામમાં આણ્યો.

સવારે ફળિયામાં પીપળે કાગડો બોલ્યો.

કાગડાની વાણી સાંભળીને રાયદેએ કહ્યું ‘કાળા મા’રાજ ! કાળી રાત છે, કાળો કાગડો છે, કાળાવડ ગામ છે, ચોથો તું કાળો મા’રાજ છે. હવે પાંચમું કાળું કામ કરીશ માં.’

સવારે કાળા મહારાજે રાયદેને જોયોઃ પગમાં જખમ છે, ચાર છ મહિના અહીં રાખવો પડશે, ખબર પડશે તો હું મરી જઈશ, માટે હું જ ઈનામ લઉં.

રાયદેને અંદર પૂરી, તાળું મારી સલાયા પહોંચ્યો. મહમદખાં દફેદારને જઈ કહે કે, ‘રાયદેને પકડાવું તો ?’

‘તો તને ફોજદારની જગ્યા અપાવું.’

‘ચાલો મારે ઘેર.’

ઘરમાં પડ્યો પડ્યો રાયદે બહાર રહેતી બ્રાહ્મણ બાઈને બોલાવે. બાઈ કહેઃ ‘નહિ આવું.’

‘કાળો મા’રાજ કયાં છે?’

‘કાળું કામ કરવા ગયો છે.’

‘ઉધાડ.’