પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
છેલ્લું પ્રયાણ
 



આવી ખુમારી પોષનારો તેમની ઉત્પત્તિ વિશેનો તેમનો પૌરાણિક ખ્યાલ છે. તુંબેલોના પ્રભવ વિશે તેઓ આ કથા કહે છે–

શિવજીને ઘેર ચાર પ્રાણી હતાં: સિંહ, પોઠિયો, સર્પ ને ઊંદર, ચારેને ચારવા લઈ જવાની મુશ્કેલી, કારણ અંદરો- અંદર લડી પડે. એટલે પાર્વતીએ કપાળનો મેલ ઉતારી પૂતળું ઘડ્યું, તેમાં જીવ મૂક્યો. એને બનાવ્યો ગોવાળ. આ ગોવાળે ચારે પ્રાણીઓને શંકરની આણ દઈ ક્ષેમકુશળ ચાર્યાં. પાર્વતી પ્રસન્ન થયાં. કહે કે તને અપ્સરા પરણાવું. ગોવાળે માગી આવડ નામે અપ્સરા. આવડે એવી શર્ત કરી કે, તારા ઘરમાં રાજ તો મારું ચાલે. જે દી મારું રાજ ન ચાલે તે દી ચાલી જાઉં. ગોવાળ કહે કબૂલ બેઉના ગૃહસ્થાશ્રમમાંથી છડેસર, ક્રતાણંદ. લીરવરાસ, તંબર, નાદ, ગણ, ગંધર્વ, જખ, જેવજે (જયવિજય). નીલ, અનિલ, એટલા દીકરા ને લાંચબાઈ દીકરી થયાં તેરમો ગર્ભ પેટમાં હતો. એવે એક વાત બની. આવડ ભેંસ દોવા બેઠાં. ત્રાંબડી ઊંધી રાખીને દોવા લાગ્યાં. ચારણ કહે, ‘તાંબડી ઊંધી છે, સીધી કરો.’

ચારણી કહે: ‘ના, સીધી જ છે.’

ચારણ: ‘તાંબડી સમી ગીન; સરખી મેઈ કે મીડ; નકાં હકડી લઠ ડિનો, મથ્યો જોરી વિજનો.’ (તાંબડી સરખી રાખ ને ભેંસને સરખી રીતે દો, નહિતર એક લાકડી લગાવીશ ના, તો માથું ભાંગી જશે)

આવડ ઊભાં થઈ ગયાં. તાંબડી ફેંકી દીધી. પેટમાં ગર્ભ હતો, તે પેટ ચીરી બહાર કાઢી એક તુંબડામાં નાખ્યો,