પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
છેલ્લું પ્રયાણ
 


‘મને દુહા ઘણા હૈયે છે, ભાઈ !’

આમ કહેનાર તરફ હોઠ હસી રમ્યા હતા. આજે એ જુવાન ક્યાં છે ? શું કરે છે ?

પૂછપરછ કરેલી. એ તો ફકીર થઈ ગયો છે, એવી કંઈક માહિતી મનમાં રહી ગઈ છે.

૨૯માં એ જુવાન સૌરાષ્ટ્ર–છાપખાનાનો કારીગર હતો. અનાડી લેખે એની નામના હતી. વા સાથે બાઝવા ઊઠતો. એને કોઈ ગણતી નહોતી. એનામાં કોઈ સાહિત્ય હોઈ શકે ખરું ? છતાં આવીને આપમેળે કહે કે, દુહા આવડે છે, લ્યો લખાવું.

‘આ લે,’ કહીને નોટ જ આપી. ‘તું જ લખીને લાવ.’

લખીને લાવ્યો હતો. ટાંચણ–પોથીમાં શાહીને અક્ષરે મજૂદ છે —

હલામણ જેઠવો

બદલે બીજા લોક, બરડાઈત બદલે નહિ;
કુળને લાગે ખોડ, હીણું કરે હલામણો.

એવા બીજા દુહા–જેને છેડે હલામણનું વિજોગી મોત—

હાબાના હદમાં ય, પીઠી ભર્યો પેઠાડિયો,
મીંઢળ છુટ્યાં મસાણ, હારી બેઠાં હલામણો

.

રાણા પ્રતાપ

અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિંદુ અવર;
જાગે જગદાતાર, પહોરે રાણા પ્રતાપસિંહ.