પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે
૧૧૭
 

‘બિડદ—છહુંતદીના’ જે છોંતેર દુહા ચારણ–કવિ દુરશા આઢાએ સોનાના સાચા સિક્કા સરીખા કરીને પાંચસો વર્ષ પૂર્વે આપ્યા, તેમાંના આઠેકની રચાએલી એ બિરદાવલિ રાજસ્થાનેથી પાંગરી ક્યાં જતી ફેલાઈ ! એક અડબૂત મોલેસલામ પણ જાણે.

ઢોલા–મારૂ

દુવો (હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ;
ખાવું ખોળામાંય, ભૂખ વિના ભાવે નહિ.

મારૂઈ ! મારૂઈ ! મન જઁખુ, મારૂઈ ઘેલડિયાં;
પાણી પીતો માર્યો કેહેલિયો, ફૂટી બંગડિયાં.

પછી તો સોરઠી બોલીની સગી બહેન જેવી કચ્છી પ્રાંતબોલીમાં એણે પ્રેમકથાઓના દુહા ટપકાવ્યા છે. કારાયલ સમો, લીલા કોરૂ, ઓઢો કેર, લાખો ફુલાણી, હમીર સુમરો, મામઈ, રાણો અને મુમલ: પણ લખાવટ પદ્ધતિ વગરની છે. પંક્તિઓ ને ચરણો અસ્તવ્યસ્ત છે. ખેર, એ અનાડી મુસ્લિમ યુવાનના અડબૂત હૃદયમાં વસેલી કવિતાએ મારી પોથીમાં વિસામો મેળવ્યો, એ પણ મહત્ત્વની વાત છે.

ટાંચણ–પાનું ફરે છે:—

મનવેધુ કોઈ મળ્યા નહિ,
મળ્યા એટલા ગરજી;
દિલની ભીતર જામા ફાટયા,
કેમ સીવે દરજી !