પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
છેલ્લું પ્રયાણ
 

દલહીણાં મનમાં દગા,
મીઠું બોલે મોહ્ય;
આવે પણ ત્યારે ઓસરે
નેચળના ! સંગત્યુ નો’ય.
સજણાં ! પરધર જઈ કરી,
દુ:ખ ન ગાયીં રોય;
ભરમ ગમાવે આપણો,
વેંચી ન લિયે કોય.

દિલવિહોણા, બેદિલ, કપટી દિલવાળા માણસો પર લોકસાહિત્યમાં ઠેર ઠેર આવા પ્રહારો નજરે પડે છે. થોડા દિવસ પર એક ભાઈ આવ્યા? કહે કે ‘એક નવું ભજન. શીખી આવ્યો છું.’ આબાદ હલકથી ગાયું —

બેદિલ મુખથી મીઠું બોલે,
એને વેણ વ્રેહમંડ ડોલે;
રે મુંજા બેલીડા !
બેદલનો સંગ નવ કરિયે રે.

કપટી માનવી મીઠું તો એવું બોલી જાણે, કે ‘એને વેણે વ્રેહમંડ ડોલે ? એના શબ્દોથી બ્રહ્માંડ ડોલી ઊઠે ! એવા તો એનો વાગાડમ્બર હોય છે. ફાંકડું સ્વભાવાલેખન ! દર્દભર્યો એ વિષય ત્યાં જ અટકી જાય છે.

ત્રણ ભજનોની, ટાંચણ–પાનાંમાં નવી ભાત પડી છે.

(૧)

વેલા ધણી ! વચન સુણાવ રે,
આગમ–વેળાની કરું વીનતિ.