પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે
૧૧૯
 


બાળુડા ! બાળુડા !
મુવાં મૈયતને બોલાવશે.
એને હથેળીમાં પરમેશર દેખાડે રે,
એવા પાખંડી નર જાગશે.
બાળુડા ! બાળુડા !
જળને માથે આસન વાળશે,
એનાં અધ્ધર પોતિયાં સુકાય રે—એવા૦

બાળુડા! બાળુડા !
બગલાની વાંસે બાળા દોડશે,
એક નરને ઘણી નાર રે—એવા૦

બાળુડા ! બાળુડા !
ઘોડામુખા નર તો જાગશે,
એની વાણીમાં સમજે નહિ કોઈ રે—એવા૦

વેલનાથ ચરણે રામો બોલિયા,
ઈ છે આગમના એંધાણ રે—એવા૦

પાખંડી નરોનું આ કળિયુગમાં જાગવું, એ આ ભજનની આગમ–વાણી ( ભવિષ્યવાણી)થઈ. મુર્દાને બોલતાં કરી બતાવે, હથેળીમાં પરમેશ્વર દેખાડે, પાણી પર બેસી બતાવે, એવાને પાખંડી કહેનારો ભજનિક એક શિકારીમાંથી પલટાઈને અહિંસાનો ઉપાસક બનેલે કોળી હતો. ગુરુ વેલો બાવો પણ કોળી હતા. ચારિત્રહીન ચમત્કાર વિધાયકોની જાદુગીરીમાં સપડાઈ જનારી શ્રદ્ધાળુ દુનિયાને ચેતવનારા આવા શબ્દોથી ભરપૂર એવી આપણી ભજનોની વાણી આપણને ચકિત કરે છે. જેને આપણે અંધશ્રદ્ધાની પોષક માની હતી તે જ આ વાણી પાખંડોની સામે સાવધાની પુકારે છે; ને એનો એક ચેતવણસ્વર તો આધુનિક