પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
છેલ્લું પ્રયાણ
 


યુવતીઓને માટે શબ્દશ: સજુગતો છે: ‘બગલાની વાંસે બાળા દોડશે’: ઉજળા દેખાતા બેવફા પ્રેમિકોની પાછળ લટુ બનતી બાળાઓનો ઉલ્લેખ એક કોળીના ભજનમાં થાય એ પણ વિલક્ષણ વાત છે.

‘ઘોડામુખ નર’ ક્યા તે કળાય છે? ‘એની વાણીમાં નહિ સમજે કોઈ રે’ એટલે કેવા લોકોની વાણી? વિદ્વતાના ડોળધાલુઓની? પોકળ દલીલબાજોની? શબ્દમાત્રથી સત્યને ગૂંગળાવી મારનારા વિપથગામી વાદ–પ્રચારકોની ?

નરી શબ્દચાતુરીથી દુનિયાને સર કરનારાઓ પર ભજનવાણી હમેશાં આ પ્રહાર કરતી રહી છે.

[૨]


મને નાતો બંધાણો હરિના નામનો,
તનથી તોડ્યો નહિ જાય,
મનથી મેલ્યો નહિ જાય—મને૦

પાંદ સરીખી મીરાં પીળી હુઈ,
લૌક જાણે પંડ્ય રોગ;
ચાર પાંચ લાંઘણું મીરાંને પડિયું,
આવ્યો હવે હરિભજવાનો જોગ—મને૦

ચાર પાંચ વૈદ રાણાએ તેડાવિયાં,
પકડો મીરાંની બાંય;
જાવ વૈદ તમે તમારે ઘેર,
મારે ઓસડ ન કરવું કાંઈ રે—મને૦

ખનું ચડું ખનું ઊતરું,
ખનુ નગરની પાળ,