પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
છેલ્લું પ્રયાણ
 

રહે, અને કૈંક બળદોને તોડી નાખનારી તેમજ કૈંક ઊંટિયાઓને લપસાવી ભાંગી નાખનારી એ શેલ ભયંકર છતાં રમ્ય ભાસે.

આ લાખાપાદર થાણું, જેની ઊંચી ભેખડ પર એ ઉભેલ છે વસમો વોંકળો ચમનિયો, અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ—જાણે ઘૂમટો કાઢીને વહેતી ગામુખી ગંગા—

આજ સાંભરે છે એ શૈશવના નિસર્ગાશ્રયો, એક તો એ કારણ કે શિશુ–કાળની નધણીઆતી, લાલનવિહોણી અને ગૃહકલહની મૂંગી મુરઝાતી લાગણીઓને કોમળ શીતળ સ્પર્શ કેવળ આ ગીરપ્રકૃતિ તરફથી જ મળતું હતું અને બીજા એ કારણ કે બીજી વાર જ્યારે હું બી. એ. માં ભણતો હતો, ત્યાર વેળાનું પિતા–ધામ બનેલું આ લાખાપાદર હરહમેશ, રાત્રિ ને દિવસ, બહારવટિયા રામવાળાને ભણકારે ધ્રૂજતું હતું. વાવડી ને ધારગણી, રામભાઈનાં વતન ગામ, એ તો લાખાપાદરને અડીને ઊભાં હતાં. હું જ્યારે મારાં પોથા વાંચવામાં પડ્યો હતો ત્યારે, બેઠી દડીના અને એકવડિયા છતાં કસાયેલ બદનના પિતા ઘોડાની પીઠ પર બહારવટિયાની સામેના બંદોબસ્ત નિમિત્તે ભાટકતા હતા. કંઈક જવાંમર્દ અને જાખી (ડાઘા જેવા) મોટા અમલદારોની ત્યાં થતી આવજા, ત્યાંથી પછી હેટના પિશાક કાઢી નાખીને રામભાઈ ક્યાંક ભેટી જાય તો સામાન્ય સપાઈમાં ખપવા