પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજા પ્રયાણને છેલે ખાંભે
૧૨૫
 


માટે માથા પર બાંધી લેવાતા ખાખી સાફા, રામભાઈ ઊગમણાં ગામડાં ધબેડતો હોય ત્યારે આથમણી કૂચકદમ કરી જતી મોટી ગાયકવાડી ટુકડીઓ — અને બાપુ ઘેરે આવે ત્યારે જ એમને જીવતા જાણી પછી ‘આજ તો રામવાળો મળ્યા હતા’ એ વાળી એમની કનેથી ઊંચે શ્વાસે સાંભળેલી વાતો…

૧૯૧૪–૧૫નાં એ વર્ષો યાદ આવે છે, અને વેકેશન ખૂટી જતાં ફરી પાછા કોઈક ઘોડીની કે ઊંટની પીઠ પર, લપસણી બિહામણી તોયે શિશુહૃદય-સોહામણી શેલને સામે પાર, સપાટ ખુમચા જેવી ભોમકા પર વહેતું થતું વાહન પાછળ ફરી ફરીને કેટલી વાર નિહાળેલાં એ ચૂનાબંધ ખોરડાં, ફરી પાછાં બીજે માર્ગે આવતાં રંક અને રોટીવિહોણાં એ ગામડાં — એ માણાવાવ, પાદરગઢ, હાલરિયું, હૂલરિયું, ફરી પાછી ત્યાં એ ભેટતી ને છાનો દિલાસો દેતી મંગળમૂર્તિ ભદ્રવાહિની, પહોળા પટવાળી, સુજલા સુફલા સોરઠી શેત્રુંજી…

ઊતરીને એનું પાણી ખોબે ખોબે પીતો, પગ ઝબો ળીને ટાઢો થતો — ને સાંજે તો પાછી શરૂ થઈ જતી, પારકા ટૂંબા ખાઈને રોટલો પામતી ઓશિયાળી વિદ્યાર્થી–અવસ્થા. રે ! પાયામાં જોઉં તો કશો જ નક્કર કુલસંસ્કાર, નગર- સંસ્કાર, રક્તસંસ્કાર, ધર્મસંસ્કાર નથી જડતો, જડે છે ફક્ત આ શેત્રુજી, સાતલ્લી અને શેલ સમી નદીઓનાં નીર સમી- રણ મારતનાં થોડાં નિસર્ગ લાલન; પણ એટલેથી થોડું આ માનવજીવનનું લાકડું ઘાટમાં આવે છે ! બહુ બહુ