પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
છેલ્લું પ્રયાણ
 


અણઘડ્યું રહી ગયું. મોટો દુર્મેળ મચી ગયો. ખેર ! પેલો રામવાળો તો બાપડો એટલું ય ન પામ્યો. એનો તો આ દુનિયા સાથે કોઈ મેળ જ ન મળે. કાળને પંથે લગ્નમોડ પહેરીને ચાલે, તો સાથીઓમાં લૂંટારુ– મૈત્રીની નીતિ પણ ન નભી. અને પોતે પ્રારબ્ધને હાટડે મહામોલું જીવન પાછું દઈને, સસ્તુ મોત માગી લીધું હતું તો એ મોત પણ કમોત બન્યું. નહિ તો એ રામવાળો પણ શેલ નદીના જ અંકમાં ક્યાં નહોતો આળોટ્યો !