પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
છેલ્લું પ્રયાણ
 

ગાનારા ગરીબો, કારીગરો, ખેડૂતો, કુંભારો, હજામો, સ્ત્રીઓ ને પુરુષો એના અર્થ સમજે છે; ગોખણપટ્ટી જ નથી. મોટી વાત તો આ છે, કે ગાનારાં ઊંડા રસથી ગાય છે; અને તેમની ગાવાની ઢબ હલકમાં, સાજ બજાવવાની શૈલીમાં, મોં પર ને આંખોની અંદર વાણીને અનુરૂપ ભાવ-પ્રકાશ જોવાય છે.

તાત્પર્ય: ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, કવિતા ને સંસ્કૃતિ, તેને સામાન્ય નિરક્ષરોના નરનારી સમૂહમાં સજીવ રાખનારા લોકસાહિત્યનું આ ભજનવાણી એ એક બળવાન મહા અંગ છે. ગુજરાતી ભાષા અને કવિતાનો રસાસ્વાદ સામાન્યો જે કરે છે તે આપણાથી નથી થઈ શકતો. આપણે વિવેચનમાં જ રહી ગયા. આપણામાં એક તત્વ ખૂટે છે. સ્વાનુભવ.

( ભજન : ૨ )

શીલવંત સાધુને વારે વારે નમીએ,
જેના બદલે નહિ વ્રતમાન.*[૧]

ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી,
જેને મા′રાજ થયેલા મેરબાન—

હાયું ને ×[૨]મીયું જેને એકે નહિ ચિત્તમાં,
સદાય પરમાર્થ પર પ્રીત;

સદગુરુની સાનમાં પુરાણ સમજે,
રૂડી રૂડી પાળે સદા રીત—


  1. * ચાલુ રહેણીકરણી
  2. ×હાયવોય