પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદિવાસીનો પ્રેમ
૧૩૫
 

–સંસ્કૃતિમાં વટલાવવાની ઝુંબેશ પરદેશી રાજસત્તાઓ અને એમના શાસનસહાયક ગોરા પાદરીઓએ જોરશોરથી આદરી દીધી છે, ત્યારે એમની વનવાસી સંસ્કારિતાનો નાશ થતો રોકવા, ને એમને એમની જ રીતે જીવન જીવવા–માણવા દેવા મંથન કરતા શ્રી વેરીઅર એલ્વિન નામના એક વિદેશી માનવશાસ્ત્રી એમની વચ્ચે એમની સેવા કરતા વસે છે. એ વિદેશીની પાસે કોઈપણ પ્રજાનું સ્વત્વ ન મારી નાખવાની, નિર્મળ દૃષ્ટિ છે.

એ એલ્વિન સાહેબે આ આદિવાસીઓનાં અસલ હિંદીમિશ્રિત વનવાણીમાં ગવાતાં ગીતોને એકત્ર કરી તેને ‘ફોક-સોંગ્સ ઓફ ધ મૈકલ હિલ્સ’ નામે અંગ્રેજી અનુવાદ –સંગ્રહ આપેલ છે.

એ અંગ્રેજી અનુવાદો પરથી સમશબ્દી ગદ્યમાં ઉતારેલા થોડા નમૂના અહીં આપ્યા છે. મુખ્યત્વે આ નમૂના પ્યાર અને વિરહની કૃતિઓના છે. કર્મ–ગીતો, રીન અને સુવાગીતો, સૈલગીતો, દદરીઆ, લગ્નગીતો, હાલરડાં, મરશીઆ, ઉદ્યમ અને મજૂરીનાં ગીત, આહિર (ગોવાળ)–ગીતો, સામાજિક ને રાજદ્વારી ગીતો, ઉત્સવગીતો; એટલું આ ગીતોનું વૈવિધ્ય છે.

આ ગીતોથી તે પ્રજા શરમીંદી બને અને એને અશિષ્ટ ગણી સુગાવા લાગે એવી ‘નવી’ અસરોની હવા વાવી અત્યારે શરૂ થઈ ચૂકી છે. એ વનવાસીઓનાં લાલચટક લોહીમાં તેમ જ કલેજાંમાં નવયુગ શ્વેત વિચાર–જંતુઓની