પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
છેલ્લું પ્રયાણ
 

પિચકારીઓ દેવાઈ રહી છે. તે ઘડીએ યંત્રયુગી માનવોના પ્રાણમાં નવી લહેરો વહાવે તેવાં આ ગીતો પકડી લેવાને પાત્ર છે.

એલ્વિન લખે છે: “આદિવાસીઓના સંગમાં અમે રહેવા ગયા તેના પહેલા જ દિવસથી એક બાબત મન પર ઠસી ગઈ છે, કે આ હિન્દી ‘આદિજન’—એની ગમે તેવી આર્થિક ગરીબી અને ચાલુ કેળવણીનો અભાવ છતાં—દયાનું પાત્ર નથી, ‘ઉદ્ધાર’ કરવાનું પાત્ર નથી, પણ સન્માન અને તારીફનો અધિકારી છે. એનો કવિતા–શોખ, એની તાલની સાન અને એના કલાપ્રેમ કરતાં વધુ વખાણપાત્ર જીવનમાં કંઈ નથી. અમે માનીએ છીએ કે એને જો સાચી દોરવણી મળશે તો આ ભવ્ય વસ્તુઓથી એ શરમીંદો નહિ બને; ને જે એ ચીજોને પોતે વધુ ઉત્સાહથી વાપરશે તો અર્વાચીન હિંદની સમાજ–રચનામાં માનભર્યું આસન મેળવશે.”

કૂવાનું નીર આજ હેલે કાં ચડે છે?
લિજક લીજર: લિજક લીજર :
(ઝલક ઝલક છલક છલક)

પાણી લેરિયાં કાં લ્યે છે ?
ગોરી પાણીડાં આવી છે તેથી જ શું?
ગાગર સીંચણ તો કૂવાની અંદર ગયાં યે નથી.