પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદિવાસીનો પ્રેમ
૧૩૭
 


સખી ! હરદમ તું હસ્યા જ કરે છે,
તારા ચોટલામાં મોરલો નાચે છે,
હરદમ તું હસ્યા જ કરે છે.

સાંકડી વાંકડી નાળ્યમાં રે
પેલી સુખિયા પાણી જાય,
ઊભી રહી અધવાટમાં રે
ઈ તો મરક મરક મલકાય.

હે ચાંદા ને સૂરજ ! તમારે પાયે પડું,
છોકરીનો અવતાર ફરી મને દેજો મા.
જનમથી જ અમે ઓરતો અનાથ છીએ.
સાસુ ને નણદી નિત ગાળો દ્યે છે.

નિતનાં મેણાની બળી જળી,
હું વગડામાં નાસી ગઈ;
પણ વેરણ નદીએ મને રોકી પાડી.
ધીમર ! ઓ ધીમર ! ઓ વીરા માછીડા !
ભલો થઈને મને પાર લઈ જા.
નાની દુલારી ! એક દિન અહીં ઠેરી જા;
કાલ તને પાર લે જૈશ.
પણ દા’ડે હું ભૂખે મરી જૈશ,
ને રાતે હું ટાઢે મરી જૈશ.
દા’ડે તને સુંડલી ભરી મચ્છી જમાડીશ,
ને રાતે તને મારી જાળ એઢાડીશ.