પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
છેલ્લું પ્રયાણ
 

સૂડલા, નંદનવનમાં આવ,
સૂડલા, ચંદન–વનમાં આવ,
સાથમાં આંબાની મંજરી લાવ!
કેમ કરી આવું ?
કેમ કરી ઊડું ?
કેમ કરી મંજરી લાવું મેનાજી?
પગપાળો આવજે,
પાંખેથી ઊડજે,
ચાંચથી મંજરી લાવ,
સૂડલા, ચંદન-વનમાં આવ !
સૂડલા, ચંદન-વનમાં આવ !

दारपतेरा के घर छाये रे,
जौनेला तै तो खोजे जौनेला पाये रे.

जौनेला रे दोस्त
गोरीके आंगनमां पांच पेड लोम:
गोरी जाथाय तो पतौनि गनत रहेव दिन,
गोरी जाथई रे दोस


ડાળ અને પાંદડે તેં ઘર છજ્યું,
જે તેં ખોજ્યું તે તને જડી ગયું : રે દોસ્ત જડી ગયું.

ગોરીના આંગણમાં પાંચ લીંબુડી ઝૂલે છે,
ગોરી તો ચાલી, તું લીંબુડીનાં પાંદ ગણ્યા કરજે;
ગોરી તો ચાલી દોસ્ત.