પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લોકકવિતાનો પારસમણિ


‘છત્તીસગઢના મુલકમાં, જિંદગી કઠોર છે, ધૂળ ધૂળ છે. માનવ–શ્રમને સાંપડતો બદલો ત્યાં અલ્પ છે, અને એના છેક કંગાલ કાતરિયાંના ઉબરમાં આનંદ પહોંચાડનારાં ગીતો જો ત્યાં ન હોત, તો માનવ–જીવન પર નરી હતાશા જ ફરી વળી હોત.’

‘છત્તીસગઢના લોકગીતો’ એ નામના નવા બહાર પાડેલા અંગ્રેજી ગ્રંથના પ્રવેશકમાં વેરીઅર એલ્વિને વાપરેલા આ શબ્દો, એકલા એ પ્રદેશને જ નહિ, હિન્દની ધરતીના કોઈ પણ એક ટુકડાને શબ્દશઃ લાગુ પડે તેવા છે. વેરીઅર એલ્વિન વધુમાં જર્મન કવિ શિલ્લરને ટાંકે છે: ‘પ્રત્યેક કલા આનંદને અનુલક્ષે છે; અને માનવીને કઈ રીતે સુખી કરવો, એના કરતાં એકે ય પ્રશ્ન વધુ માટો કે વધુ ગંભીર નથી. સાચી કલા એ જ એક છે, કે જે ઉત્કૃષ્ટ રસોલ્લાસ નિપજાવી શકે છે.’

કવિતા, એ સાચી કલા છે. કવિતાનાં કાંધ પર તમે ભલેને પછી ફાવે તે પ્રયોજનનું પોટકું લાદતા હો, એનું