પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોકવિતાનો પારસમણિ
૧૪૩
 

મુખ્ય લક્ષ્ય, અન્યથા અનેક રીતે નીરસતા વેઠતા, રૂક્ષ માનવ–જીવનને આનંદ અને ઉલ્લાસથી છલકાવી દેવાનું છે. અને લોકકવિતાને માટે આ આનંદલક્ષિતાને અમોએ જેમણે જેમણે મોટો દાવો રાખ્યા કર્યો છે, તેમની અંદર એલિવનના આ શબ્દ હિંમત પૂરનારા બને છે :—

‘—ને પ્રખર કવિઓની કાવ્યકૃતિઓને જે કલાસિદ્ધિ વરી છે, તે જ કલાસિદ્ધિને આ ખેડુગીતોએ પણ પોતાની મર્યાદિત શક્તિના પ્રમાણમાં પુરવાર કરી છે.’

એલ્વિનનો આ ગ્રંથ મૂળ લોકગીતોના અંગ્રેજી અનુવાદો આપે છે. પાછલાં પાનાંમાં મૂકેલા ટિપ્પણમાંથી કોઈ કોઈ ગીતની કોઈક કોઈક અસલ પંક્તિઓ પકડી શકાય છે. જેમ કે—

માયા કઠિન હાવે તોલા,
નાહિ વિસરાવે

(પ્રીત કઠણ છે. તમારાથી એ નહિ વિસરાય.)

એ આખા ગીતના અસલ શબ્દોને અભાવે એલ્વિનના રમ્ય અનુવાદ પરથી આપીએ:—

કઠણ ચણા બેવડી વાર પીસવા પડે છે.
પ્રીતિ કઠણ છે.
વિસાર્યું જાતું નથી.
સેજ પર સૂતાં
માંકડ ચટકા ભરે છે.
ભોંય પર સૂતાં