પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
છેલ્લું પ્રયાણ
 


સેજલડી મારી હવે કેવી અધિયારી બની ગઈ !

તારું બદન ચાંદા જેવું હતું,
તારી આંખો હરણના જેવી હતી;
લાંબા કેશ હતા તારા, મારા રતન !

બે દા’ડાની માયા લગાડી
તારે દેશ ચાલી ગઈ.
સેજલડી અંધારી ઘોર બની ગઈ.

આંબે કોયલ ટૌકે છે,
જંગલમાં મોર બોલે છે,
નદીકાંઠે બગલું બોલે છે,
ને હુ ભરમાઉં છું,
જાણે એ તારા ગળાનું ગાન છે.

સેજલી કેવી અંધિયારી બની છે મારી !

અંધિયારી બનેલી સેજ પર એકદા સંગીત બજી ઊઠેલું—

સાજ કે ખુરા સરઈ પટિયા,
+[૧]ધૂંગરાહીન, તોર ખટિયા બજાહુ રતિયા.

(સાજ લાકડાના પાયા ને સરઈ લાકડાના ઈસ–ઊપળાં છે. હે વાંકડિયા કેશવાળી ! તારા ખાટલા પર રાત્રિએ સંગીત બજાવીશ.)

લાઘવમાં, તેમજ ભાવપ્રતીકને હિસાબે, બરાબર સ્પર્ધા

કરે તેવો આપણો દુહો જુઓ—


  1. + એલ્વિન એનો અર્થ ‘of tinkling bells’ કરે છે, પણ
    ‘ધુંગર’ નો અર્થ વાંકડિયા વાળ થતો હોવાનું વધુ સંભવિત છે.