પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
છેલ્લું પ્રયાણ
 

ઊંડાં નીરે કઈ મચ્છી છે, એ કોણ કહી શકે ?
ઝલાશે ત્યારે જાણશું, ખારી છે કે મીઠી.

છઠ્ઠા માસનો ચાંદો ઢળે છે.

સાતમા માસનો ચાંદો ઢળે છે.
સ્તન-ડીંટડીઓ કાળી પડે છે —
મારા બાપુ[૧] હશે.
પેટ લાંબું પડ્યું છે —
મારી મા[૨] હશે.

આઠમા મહિનાનો ચાંદો ઢળે છે.
સમો આવી પહોંચ્યો —
પરણ્યો હવે પાસે ઢૂકતો નથી.
વાટે મેં સાપ ભાળ્યો —
આંધળો થઈને એ ચાલ્યો ગયો.[૩]

નવમા મહિનાનો ચાંદ ઢળે છે,
માયલું જીવન કેવું થાક્યું છે,
અંધિયારી કેદ–કોટડીને દેખી,
એ છુટવા મથે છે,
ધરતી પર મુકામ નાખવા મથે છે.

ગર્ભાધાનને મહિને મહિને ઉત્તરોત્તર પ્રકટ થતી ઈચ્છાઓ, શંકાઓ, મનોનુભવો અને વહેમોની આ વિલક્ષણ કાવ્યરસિક શબ્દચિત્રાવલિ નિહાળીને આપણને કવિતાના ઉદાત્ત પ્રયોજનનું નિર્વિવાદ દર્શન લાધે છે. મને ય આપણાં

ગુજરાતી ગર્ભાધાન-ગીતો યાદ ચડે છે –

  1. ૩. દીકરો.
  2. ૪. દીકરી.
  3. ૫. સગર્ભાને જોતાં સાપ આંધળો થાય છે એવી માન્યતા.