પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
છેલ્લું પ્રયાણ
 


મર્મ પકડાય છે : સગર્ભાનું ગર્ભાધાન સાચું, સ્વામી વડે જ નીપજેલું છે એમાં કેઈ ઘાલમેલ નથી.

હવે સમગ્ર ગીતનો અંગ્રેજી અર્થ ઉતારીએ —

દિવસરાત ચંદ્રમાની નીચે પ્રવાહ ચાલ્યા કરે છે,
સતગુરુ આવ્યા છે, ને જળમાં એણે દેરી બાંધી છે.
નદી ઊંડી છે; અંધિયારો ધરો અતાગ છે;
નદીના વહેનની વચ્ચે એ દેરી શે બાંધી શક્યા ?
નાવ ક્યાંથી આવી ? ને હલેસાં ક્યાંથી ?
નાવ સતની છે, હલેસાં શબદનાં છે, વાંસ સુરતાના છે,
પૂનમનો દિન હતો — ને સુતારે દેરી બાંધી.
ચૂનો ક્યાંથી આણ્યો ? ને કાપડ ક્યાંથી ? બેઉ ચોંટ્યાં કઈ રીતે ?
ઇંટો બાપની, પથરા બાપના; ચોંટાડ્યાં માએ.

પૂનમને દા’ડે દેરી બાંધી,
ચુનો શાનો ? કાપડ શાનું ?
દીવાલોને રંગી શાથી ?
ચૂનો રૂપાનો, કાપડ રામનું,
દીવાલોને સતથી રંગી.
ભીંતોમાં હાડકાં માંડ્યાં, ને અંદરથી બાંધી લીધાં;
દેરીના છત્રીશ લાખ ખડ પાડ્ચા,
ને એની વચ્ચે વા-બારી રાખી.

વેરીઅર એલ્વિન એક વફાદાર અનુવાદક છે. એણે ઉદ્ધરેલા અર્થમાં અત્યુક્તિને સ્થાન નથી. એટલે કે જે ભાવપ્રતીકોની રજૂઆત અહીં થઈ છે, તેનું અસલ શબ્દ- પિંજર કેટલું રમ્ય હશે ! ગર્ભાધાનની જુગુપ્સાજનક ગણાયેલી નારીઅવસ્થાને જે લોકકવિતા આમ કંચનમય કરી આપે છે, તે રુધિરમાંસની ખદબદ સૃષ્ટિ પર ભજન-વાણીનું બાજઠ