પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોક્કવિતાનો પારસમણિ
૧૫૫
 


ઢાળી આપે છે. સાચી સંસ્કૃતિનું અહીં મહાદર્શન થાય છે. જેનાં પાણી તો નવખંડ ધરતી પર વરસે, વરસીને પાછાં પૃથ્વીને પોપડે પોપડે નીતરે, અને નીતરી કરીને ઉપરતળે સર્વત્ર રમણીયતા પ્રકટાવી આપે તે જ સાચી સંસ્કૃતિ, ને તે જ સાચી કવતિસમૃદ્ધિ, તળેતળ ઊતર્યા વગર એ રહે જ નહિ. સપાટી પર જ જો રહે તો એના ખાબોચિયાં બને, ને એ ગંધાઈ ઊઠે. કવિતા અને સંસ્કૃતિ, બેઉને માટે આ ચકાસણી જ બસ થશે.