પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
છેલ્લું પ્રયાણ
 


છે, કે હજુ ય આપણા ‘સ્કોલર’ ગણાતા સાક્ષરો અરબી અગર દેવનાગરીમાં પણ મૂળ પાઠોને પ્રકટ કરતા નથી. રોમન લિપિ મારફત અસલની કેટલી ખૂબીઓ ખોવાઈ જતી હશે. અને એ પરથી મેં ઉતારેલ ગુજરાતી લિપિ–પાઠમાં કેટલીય અશુદ્ધિઓ રહી ગઈ હશે ! ને હવે મુદ્રણમાં પણ કેટલોક કડૂસલો થવાનો ! ખેર.

‘કાશ્મિરી લીરિક્સ’ (કાશ્મિરી ઊર્મિકાવ્યો) એ પુસ્તકના જન્મને લગતી હકીકત પણ જાણવા જેવી છે. અનુવાદક શ્રી. જયલાલ કૌલ પોતે જ કહે છે કે અલ્હાબાદ યુનિવર્સિટીમાં પોતે પી-એચ. ડી. નો કોર્સ કરવા ગયા. થેસીસ માટે એમણે ‘બૂર્ઝવા એલીમેન્ટ ઈન બ્રિટિશ ડ્રામા’ નો વિષય પસંદ કર્યો . પ્રો.અમરનાથ જહા વગેરે પંડિત- મણિઓ એમના ઉસ્તાદો હતા. પણ શ્રી. કૌલને થોડે વખતે જાણ પડી કે પોતે પસંદ કરેલા વિષયને લગતી સામગ્રી જ એ વિદ્યાપીઠના ગ્રંથાગારમાં પૂરતી નહોતી. અરે, લખનૌ ને બનારસ યુનિવર્સિટી સુધી પણ એમણે સામગ્રી શેાધી. કલકત્તાની ઈમ્પરિયલ લાયબ્રેરી માં પણ ઢૂંઢી ચૂક્યા. નિરાશા મળી. કરેલો શ્રમ વૃથા ગયાનો આઘાત લાગ્યો. તે વખતે પછી એમના ઉસ્તાદોએ એમને સૂચવ્યું, કે હે જુવાન ! તારા પોતાના વતનને લગતો કોઈક વિષય પસંદ કર ને ! પછી લોકગીતોના સંશોધક શ્રી દેવેન્દ્ર સત્યાર્થીનો ભેટો થયો. એ પણ કહે કે, ‘તમારી ભૂમિની જ જૂની લોકકવિતા ઉપાડી લો ને !’ પરિણામે આ જુવાન અનુવાદક કાશ્મિરના કુંજ-ગાયકો તરફ લલ દેદ, નુન્દ રમોશ,