પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એને મુરશિદો મળ્યા
૧૫૯
 


ખ્વાજા હબીબ, કલન્દર શાહ, અઝીઝ દરવેશ, ક્રિષ્ન રાઝ- દાન, પરમાનંદ ઈત્યાદિ મર્મી, રહસ્યવેત્તા લોકકવિઓ તરફ વળ્યા અને એણે જે જશ મેળવ્યો છે તે તરફ આંગળી ચીંધીને આપણા ગુજરાતી ‘સ્કોલર’ યુવાનને ઘણું ઘણું કહેવાનું મન થાય છે પણ કંઈ નહિ.

આપણા વતનની આ ભૂમિજાત સાહિત્યસંપત્તિની સૌ પહેલી ભાળ આપનારાઓ તો, ઘણાખરા પ્રાન્તોમાં, વિદેશી ગોરાઓ હતા ! આ લલ દેદ નામની કાશ્મિરી લોકકવયિ- ત્રીની પિછાન પરદેશી ગ્રિયર્સન બોર્નેટે કરાવી હતી. ‘લલ્લવાક્યાનિ’ (લલ દેદનાં જ્ઞાનવચનો) નામનો સંગ્રહ, તેમણે આપ્યો. તે પછી ૧૯૨૪માં સર રીચર્ડ ટેમ્પલ નામના વિદેશીએ લલ્લની કવિતાનો અંગ્રેજી અનુવાદ–સંગ્રહ ‘ધ વર્ડ એફ લલ ધ પ્રોફેટેસ’ પ્રકટ કર્યો. આ લલ્લ–વાણી છે તો લોકવાણી, છતાં એની અંદર કબીર, ચંડીદાસ તથા તુકારામનાં લોકપદોમાં રમતાં જ્ઞાનદર્શન લળકી રહ્યાં છે, એમ પ્રોફેસર જહાનું કહેવું છે, અને એની સત્યપ્રતીતિ આપણે જોઈ ગયા તે પદોમાંથી થઈ રહે છે.

પાંચ સદીઓના વિસ્તીર્ણ પટ પર આ પ્રાચીન કાશ્મિરી ઊર્મિકવિતા કૌમુદી સમી રેલી રહી છે, જીવનને બહુવિધ મર્મ છેડે એ સ્પર્શે છે, રોજ બ રોજની સંકુલ ઘટનાઓને આલેખે છે, પ્રકૃતિનાં દૃશ્યોને પકડે છે, માનવ-લાગણીને ગૂંથે છે. મજૂરી, વેદના, ક્ષુધા અને આવેશોનું ચિત્રાંકણ કરે છે, અને આ ભૂમિના આત્મિક જ્ઞાનસંસ્કારની પાર્શ્વભૂમિને