પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
છેલ્લું પ્રયાણ
 


સાંગોપાંગ સાચવી રાખે છે. લલ દેદની દર્દભરી વાણીની વાનગી જોઈ હવે નુન્દ રયોશને નિરખીએ :—

આશ ખ સુય યુસ અશ્ક સાટિ દઝે,
સોન ઝાન પ્રઝલેસ પનનુય પાન,
અશ્કુન નાર યેસ વલિન્ઝી સઝે,
અદ માલિ વાતિય સુય લામખાન.

અર્થ — આશક તો એ, કે જે ઈશ્ક માટે સળગે છે, જેનો જાન ( પ્રાણ ) સોના સામે પ્રજ્વલે છે; ઈશ્કની જ્વાલાએ જ્યારે માણસનું હૃદય પ્રકાશી ઉઠે છે. ત્યારે જ એ અનંતને પામે છે.

આમાં શબ્દો જોતા જજો. દઝે (દાઝે), ઝાન (જાન), પ્રઝલેસ (પ્રજ્વલે).

અશખ ચુય કુન ગોબર માજી મરુન,
સુ ઝોલા કરી ત કિહય,
અશખ ચુય ગનતુલરેવ પાન બરૂન,
સુ સોખ રોઝી ત કિ હય,
આશખ ચુય સ્તજામ તની પરાવુન,
સુ આહ કરિ ત કિહય.

અર્થ — ઈશ્ક તો ખોટનો દીકરો જેનો મુઓ હોય તે મા જેવો છે.

એને ઝોલું કેમ આવે ?
ઈશ્ક તો ભમરીઓના ડંખ જેવો છે.
એનું કરડ્યું જંપે કેમ કરી ?