પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતના લોકગીતો
૧૬૭
 



મારું મન મોહ્યું રે,
એનો ચાંદલો ઝપાઝપ,
મારું મન મોહ્યું રે.

આ બે ભાઈઓએ જે ગાયાં તે ગીતોને યાદ કરી કરી, મારા ઘરનાં શિયાળુ માટીનાં માટલામાં જે માટીની સુગંધે મહેકતું પાણી પીઉં છું ને ધરવ થતો નથી તેના જેવું લાગ્યાં કરે છે. ગામમાં કડિયાકામ કરતી કરતી અથવા તો દરિયાકાંઠાના ખેતરોમાં કમોદ રોપતી રોપતી કછોટાદાર સૂરતી કોલણો, પુરુષોના દેશાવર–વાસને એ વખતે એક ‘કાગળિયું’ ગાતી હોય છે. આવાં ‘કાગળિયાં’ લોકસાહિત્યમાંના અનેક કાગળોમાં એક નવી જ ભાત પાડે છે. આ ભાઈઓએ ચલતી ચાલના તાલલયમાં અને સારંગના સૂરોમાં ગાયું :—

આવતી ને જાતી વા’લા,
વડલામાં રે’તી વાલા,
કૂવાને ટોડે વાટ જોતી
શામળિયા વા’લા !

સૂરત શે’રનાં
આઈવાં કાગળિયાં વા’લા,
કાગળિયાં વાંચનાર નહિ રે
શામળિયા વા’લા !

સાંકડી શેરી……માં
મઈલા મે’તાજી વા’લા,
કાગળિયા વાંચી આપતા જાવ રે
શામળિયા વા’લા !

નિરક્ષર નારી, ભણેલા કોઈ ગ્રામજનની એશિયાળી, ગામના માસ્તર વિના કોની કને જઈ વંચાવે ? પણ ગામનો