પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
છેલ્લું પ્રયાણ
 

 એ એકલદોકલ ભણેશરી પોતાની મહત્તાને પૂરેપૂરી વટાવ્યા વગર સહેલાઈથી શે ‘કાગળિયું’ વાંચી સંભળાવે ! —

ગામને પાદરે વડલો રોપાવો વા’લા,
વડલાને છાંયે કાગળ વાંચું
શામળિયા વા’લા !

વડલાને શોભંતો ચોતરો બંધાવો વા’લા,
ચોતરે બેસીને કાગળ વાંચું
શામળિયા વા’લા !

ચોતરે શોભંતી ખુરશી મેલાવો વા’લા,
ખુરશી બેસીને કાગળ વાંચું — શામળિયા૦
ખુરશીને શોભંતા દીવડા મેલાવો વા’લા,
દીવડા–અજવાળે કાગળ વાંચું — શામળિયા૦

આટલા બધા ઠસ્સા અને દમામથી વંચાયેલું એ દેશાવરવાસીનું ‘કાગળિયું’ શું શું બોલ્યું ? મારા બાપને માલુમ થાય કે મારી માને કહેજો કે… અરેરે ! ન બોલ્યું ફક્ત એક સ્ત્રીનું જ નામ ! —

સસરાનું બોઇલું ને
સાસુનું બોઇલું વા’લા!
મારું તો નામ ના હોય રે શામળિયા વા’લા !

ખરું, મારો તો થોડો એ કંઈ સગો છે :—

માડીનો જાયો ને
સસરાનો બેટો વા’લા!
મારો તો કંઈ ન સગો રે શામળિયા વા’લા !

એને નસીબે તો —