પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતનાં લોકગીતો
૧૬૯
 



આવતી ને જાતી વા’લા,
વડલામાં રે’તી વા’લા,
કૂવાને ટોડે વાટ જોતી
શામળિયા વા’લા !

કૂવાકાંઠાનાં વિફલ આવનજાવન જ રહ્યાં હમેશાં.

પરંતુ લોકસાહિત્ય એ કંઈ પાર્ટી-પ્રોપેગૅન્ડા તો થોડું જ છે? એ જ કછોટાધારી મજૂરણો, કમોદના ક્યારામાં ઘૂંટણસમા પાણીમાં ઊભી ઊભી, વાંકી વળી, વિદેશવાસી પિયુના ગૃહાગમનની પહેલી રાતને, પહેલી વાતને, મરદના મીણ જેવા હદયને જે થોડા શબ્દોમાં આલેખે છે તેનું ગીત એ બેઉ ભાઈઓએ ગાયું –

બાર ને વરસે રે… એ… એ… તારો
નાવલિયો આવિયો;
ગોરી રે… એ… એ તમારાં
મનડાં કાંઈ ઝાંખા રે……

દરિયામાં જઈ ને રે… એ… એ
ઝોલા મેં ખાધા;
ગોરી રે તમારાં
મનડાં કાંઈ ઝાંખાં રે… એ… એ… એ.

બસેંની બંગડી… ઈ… ઈ
નાવલિયો લાવિયો,
ગોરી રે તમારાં
મનડાં કાંઈ ઝાંખાં રે… એ… એ… એ,
ત્રણસેંની કંઠી… ઈ… ઈ… ઈ
નાવલિયો લાવિયો
ગોરી રે તમારાં૦