પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતનાં લોકગીતો
૧૭૩
 


નીકળી ગયાં. પેલા ગાનારા ભાઈઓ શ્વાસ લેવા પણ થોભતા નથી, બની શકે તેટલા પ્રદેશો બતાડી દેવાની ઉમેદ તેમનામાં ઊછળી રહી છે. કહે છે, કે હવે એ ગોરીનો પિયુ પરગામે જઈ કોઈ ગોદીમાં, કોઈ કારખાને, કોઈ ઈમારતના ચણતર કામ પર જઈ મજૂરી ખેંચે છે, તોતિંગ લાકડાંનાં બીમ કે લોઢાના ગર્ડર ઉપાડે છે, ત્યારે આવાં ‘હોબેલાં’ બોલતો જાય છે :—

લાગો રે લાગો ભાઇ !
લાગો રે જુવાનની ટોળી,
બંદર તો નાખે રે તોડી,
હૈસો જુમાલ છે,

રે જુમાલ છે, રૂમાલ છે,
રેશમી રૂમાલ છે,
હે કે ગજવે ઘડિયાલ છે;
જોર જોરે જોબનિયાં.

જે જુવાનિયો જોર ના કરે,
એની બૈરી બીજો કરે,
હૈસો જુમાલ છે.

‘બંદર તો નાખે રે તોડી’ અને છેલ્લી બે ટૂંકોમાં અપાયેલો ઉપાલંભ –‘જે જુવાનિયો જોર ના કરે, એની બૈરી બીજો કરે.’ બંદરી હેલકરીઓનાં હોબેલાં એકત્ર કરીને પણ જે જુવાન એના પર ‘થીસિસ’ રચે તેને જરૂર યુનિવર્સિટી યશ આપે. પણ હેલકરી અને પંડિત, એ બેની વચ્ચે કોઈ મિલનબિન્દુ નથી. બીમ, ગર્ડર ઉપાડનાર જોબનિયાને બીક છે મોટી, કે —