પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતના લોકગીતો
૧૭૭
 


દાણા ક્યાંથી કાઢું ? સંગ્રાહકે ઘેરથી થોડા દાણા લઈ જઈ દળાવ્યું ને ગવરાવ્યું.

સીમમાં ભરવાડને કહ્યું, ઝેરિયાં ગાઓ : જવાબ જડ્યો, ‘લાખ્યા વિના કંઈ ગવાય ?’

‘લાખ્યા વગર’ એટલે પેટમાં તાડી નાખ્યા વગર ! પાવલી લાવીને આપી, તેનું પીણું પીને પછી ભરવાડ કહે કે, ‘લે હવે માંડ લખવા !’ ઝેરિયાંની ઝડી વરસી, લખનારો થાકે, ગાનારો ન થંભે.

છેવટે સંગ્રાહકે બુઢ્ઢી માને મનાવી, માનાં પચાસ વર્ષના ભીડેલાં ઉર–કપાટ ઊઘડ્યાં.

એકલા સૂરત જિલ્લાના અબ્રામા ગામની આજુબાજુથી જ મેળવેલાં એ અનાવિલ, કણબી, કોળી, દુબળા, ભરવાડ, હરિજન વગેરેનાં ગીતો છે.

સૌરાષ્ટ્રી ગીતોની ને આની વચ્ચે વિભેદ થોડો જ છે, નવીનતા અલ્પ છે. સમસ્ત ગુજરાતમાં રમણ કરતી એની એ જ કૃતિઓ, પ્રદેશભેદે નૂતન તળપદાં તેજછાયા ને રસરંગો ધારણ કરે છે. તાલછંદે નાચી રહે છે, ને પુરવાર કરે છે એકની એક વાત, કે ગુર્જર જનતા, પ્રદેશ પ્રદેશે, સાગર પ્રાંતરે ને ડુંગરે વેરાને, નિખિલતાના રાસમંડલમાં નિજત્વે રસેલી જૂજવી લીલા ખેલે છે. ગુજરાત સોહામણી ને કાવ્યભીની છે.

આ ભાઈએ મને છેલ્લી વાત કહી ચમકાવ્યો : ‘તમારા ‘ચૂંદડી’ નામે લગ્નગીતસંગ્રહની પ્રસ્તાવનામાં એક સૂરતી