પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
છેલ્લું પ્રયાણ
 


પરંતુ એક દિવસ એવો આવ્યો કે જ્યારે જામ રણજિતનાં પોતાનાં જ રાજચિહ્નો ઝુંટવાઈ ગયાં. નગરરાજ વિભા જામને ઘેર એક સફીઆણ મુસ્લિમ રાણીની કૂંખે કુંવર જસોજી જન્મ્યા, દત્તક રણજિત રાજકોટ બેઠે વારસપદથી રદ થયા, રિયાસત તો ઠીક પણ કૉલેજને ખર્ચ પણ કમી થઈ ગયો, અને એક અદના છાત્ર તરીકે એમને ભણવું પડ્યું.

દરબારશ્રીની પાસે જઈ આઠેક દિવસ નિરાંતે બેસું તો તો ‘સોરઠ તારાં વહેતાં પાણી’નો નવો ખંડ કરવા જેટલી રોમાંચક, ભેદી અને બહુરંગી સામગ્રી ઝંઝેડી શકું. અદ્યતન અર્વાચીનને આરે બેઠેલા વાજસુર બાપુ જૂના સોરઠની આસમાનીઓમાં પણ ખૂબ આળોટ્યા છે, આપવીતી ને પરવીતીથી ભરેલી પણ સદી એમના કોઠામાં પડી છે. પોતે અમારું માન્યું હોત તો સિત્તેર વર્ષના સૌરાષ્ટ્રને જવાબ દેતું એક ‘બેસ્ટ-સેલર’ રચી શકત; બેસ્ટ-સેલર તો ઠીક પણ એવો એમનો ગ્રંથ, એક પ્રપંચમુક્ત, નીરોગી માનસવાળા સંસ્કારવંત રાજવીનો દસ્તાવેજ હોઈને સાચા સોરઠનો માર્ગદર્શક બનત. પણ એ લખવાના આળસુ; ને અમે કેટલાક કલમવાળાઓ, તે એમની પાસે બેસવા નવરા નથી; ને નવરાશ જેમને હશે તેમની પાસે બાપુને વાતોની મોજમાં ચડાવવાની જુક્તિ નહિ હોય.

એમની પોતાની જ એક આપવીતી જોઈએ. બગસરાના ચાર ભાગીદારો પૈકીના એક દરબાર હરસુરવાળા નિઃસંતાન