પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
છેલ્લું પ્રયાણ
 


‘દાઢીના કાતરાઃ મોટી મૂછો: માથે રૂમાલ બાંધે.’

આંબલીઓનાં ઝૂંડ નીચે એક ચમાર બાઈ ત્યાં ઊભી હતી. મીઠે સાદે એણે તો દાસી જીવણનું પદ ગાવું શરૂ કરી દીધું—

ચકચૂર ઘેલીતૂર.
બાયું, મુંને જોગીડે કરી છે ચકચૂર,
બાયું, મુંને શામળીએ કરી છે ચકચૂર,

કો’ક તો વલાતીડે મુંને કેફ કરાયો રે,
તે દી’ની કરૂં છું ઘેલીતૂર—બાયું૦

મંત્ર તો પઢીને મુજ પર મેલ્યા રે,
ડગ નો દેવાય હવે દૂર—બાયું૦

સામું જોતાં તો મારી શુધબુધ ભૂલી ગઈ,
રાખી છે ઉરાએ ઉર—બાયું૦

દાસી જીવણ કે’ સંતો ભીમ કેરા ચરણાં,
નાથજી આગળ ખડી છું હજુર—બાયું૦

*

‘દાસી જીવણ’નું થાનક જોવા માટે જ ગયો હતો. માણસોએ ભેગા થઈ વાતો કહેવા માંડી. મુખ્ય વાત સંતની સોહામણી આકૃતિ વિષે ને મીઠા કંઠ વિષે કહી :—

‘ગામ બંધીઆમાં ગરાસીઆને ઘેર લગ્ન: દાંડીઆ– રાસ રમાય: એમાં જીવણદાસજીએ પિતે ચાર રાસ લેવરાવ્યા: મોહી પડખે કેટલીક સ્ત્રીઓ પાછળ ચાલી, (બીજે ઠેકાણે ટાંચણ છે તેમાં તો એ મેળાપ સુલતાનપુરને માર્ગે થયાનો સુદ્ધાં નિર્દેશ છે.) અને એમને પોતાના દેહ અર્પણ