પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
૧૫
 


કરવાની વાત કહી. ત્યારે સંતે એ બાઈઓને નીચેના પદમાં ઉપદેશ દીધો—

બેની ! શું કરું સુખ પારકાં?
બેની ! માંડ્યાં હોય ઈ થાય;
એવાં શું કરવાં સુખ પારકાં બાયું!
કરમે માંડેલ થાય જી.

સામે મંદિરીએ મહીડાં ઘૂમે,
ભૂખ્યા તણું મન થાય જી;

દીઠેથી તૃષ્ણા ન છૂટે,
પત પોતાની જાય જી.

શું કરીએ સુખ પારકાં બાઈ!
માંડેલ હોય ઈ થાય જી.

રાતે મેં ઘોઘાવદરની નવી ચણાયેલી ગુજરાતી શાળાના મકાનમાં બેસી ચમાર ભજનિક પાસે ભજન ગવરાવી ગવરાવી ટાંચણ કર્યું. રાત ભાંગી ત્યાં સુધી બેઠા. આ ટાંચણમાં એક કિમતી મુદ્દો છે. લખ્યું છે કે : ‘રસ્તે જ્યારે કાવ્યની લહેર આવે ત્યારે સંત ખાખરાના પત્તામાં શૂળથી લખતા આવે. ઘેર આવીને પછી મોંયે કરી લ્યે.’

+

સૌરાષ્ટ્રના ઘોઘાવદર ગામથી મુંબઈ ઘણું દૂર છે. ક્યાં દાસી જીવણનો ચમારવાડો અને કયાં રોયલ એશિયાટિક સોસાયટીનું ગ્રંથાલય ! છતાં ટાંચણપોથીમાં બેઉ એકબીજાની નજીક નીકળી પડ્યાં ! સિત્તેરેક પાનાં ભરીને અંગ્રેજી અવતરણો છે : સ્કૉટ કવિના ‘બોર્ડર મિન્સ્ટ્ર્લી’માંથી, ‘ફોક-સોંગ્સ ઑફ અપર ટેમ્સ’ (આલ્ફ્રેડ વિલિયમ)માંથી,