પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
છેલ્લું પ્રયાણ
 


‘ધ મિસ્ટિક્‌સ, એસેટિક્‌સ એન્ડ સેઈન્ટસ ઑફ ઈન્ડિયા’ (જે. કેમ્પબેલ ઉમાન)માંથી, ‘ફોક–સોંગ્સ ઑફ સર્ધન ઇંડિયા’ (ચાર્લ્સ ગોવર)માંથી, ‘સ્પેનિશ ફોક-સોંગ્ઝ (એસ. ડી. મેડેરીઆગા)માંથી.

યાદ આવે છે એ ’૨૮ ની સાલના મુંબઈના દિવસો, જ્યારે રોયલ એશિયાટિકના ગ્રંથાગારના કોઈ મિત્ર સભાસદના મહેમાન તરીકે જઈ હું ડરતો ડરતો આ બધાં પુસ્તકો કઢાવતો, કારકૂન ઘૂરકશે એવી બીક લાગતી. (ભૂલથી છત્રી અંદર લઈ ગયેલ તે પટાવાળાએ આવી બહાર મૂકી જવા ઉઠાડેલો. ) પંડિતોના મહાલયમાં પરિભ્રમણકારની થોડીક માઠી દશા હતી. બેસી બેસીને ટાંચણો ઘસડે જ ગયો હતો: ‘ફીલ્ડવર્ક’ અને ‘ટેબલવર્ક’ એ બે મારી પાંખો બની.

+

*

સંત જીવણદાસ પરથી પ્રસ્તુત વિષય પર આવું. ‘ધ મિસ્ટિક્‌સ એન્ડ સેઈન્ટસ ઑફ ઈન્ડિયા'ના વાચને મને મારા સોરઠી સંતોનું કાર્ય વિશાળ પીઠિકા પરથી જોતો કર્યો, આ લોકસંતો–ભજનિકોનું સ્થાન જગત-ઇતિહાસની ભોંય પર નિહાળવાનાં નેત્રો દીધાં. માર્ટિન લ્યુથર નામના ક્રાંતિકાર યુરોપી સંતની વાત વાંચી હતી, ઇંગ્લંડના ઇતિહાસમાં, મેટ્રીકની પરીક્ષા માટે – પણ આ સંતજાગ્રતિનું પ્રકરણ તો આંતરરાષ્ટ્રીય હતું એ કોઈએ નહોતું શીખવ્યું. માર્ટન લ્યૂથર ફરી સોળ વર્ષે જ્યારે રોયલ એ.સો.ના ગ્રંથાગારમાં મળ્યા ત્યારે તે વિદેશી ને એકાકી વીર મટી ગયો, કારણ કે પુસ્તકોમાં મેં ટપકાવેલું ટાંચણ બોલે છે આજે–