પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
છેલ્લું પ્રયાણ
 


મૂર્તિપૂજા પ્રત્યેનો તિરસ્કાર દેશમાં જોશથી પ્રવર્તી રહ્યાં હતાં, અને વિજેતાઓના આ વટાળપ્રધાન પંથમાં પરાધીન પ્રજાના સંખ્યાબંધ માણસો વટલી જતા હતા. હિંદુ રાજ્યો છિન્નભિન્ન થતાં હતાં, ને દેવતાની સહાય તેમ જ એના ઉન્મત્ત પુરોહિતોની શક્તિમાંથી વિશ્વાસ ગુમાવી બેઠેલી વિભ્રમમુક્ત પ્રજાની શ્રદ્ધા હજુ પણ પકડી રાખવાને માટે હિંદુ ધર્મને આકર્ષક બનાવવાની જરૂર હતી. કાં તો રાષ્ટ્રીય ધર્મને એવી રીતે સુધારવો જોઈએ કે જેથી ઇસ્લામના આગમને જાગ્રત કરેલી નવી વિચારસરણીને એ અનુકૂળ બને: અથવા એમાં એ ફેરફાર કરવો જોઈએ કે જેથી કાંઈ નહિ તો બહિરંગ પૂરતો એ મુસ્લિમ ધર્મને મળતો બને અને એ રીતે ધિક્કાર અને ધાર્મિક પીડનથી ઊગરી જાય.

‘આની ત્રણ સ્પષ્ટ અસરો જન્મી—

૧. રાધા અને કૃષ્ણ બેઉની પૂજાને સંયોજતો સંપ્રદાય ઊઠ્યો. નિમાત, રાધાવલ્લભી અને ચૈતન્યાનુયાયીઓ, એ ત્રણ આ સંપ્રદાયના છે.

૨. હિંદુ અને મુસ્લિમ ધર્મો વચ્ચેના ભેદને પૂરવાની નેમથી પ્રેરિત નાનકનો પંથ જન્મયો.

૩. મૂર્તિપૂજાના વિરોધી બે હિંદુ સંપ્રદાયોની રચના: દાદુપંથી (૧૫૫૦–૧૬૦૦) અને રામ સાન્ચી (૧૭૧૮), બન્ને રાજપૂતો.’ (મૂળ નોંધનો ગુજરાતી અનુવાદ)

ઉપલું ટાંચણ કરતા એક ખૂણાના મેજ પર બેઠો છું, તે વખતે પાંચથી વધુ તો નહિ જ હોય તેટલા