પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
છેલ્લું પ્રયાણ
 

 'સૉંગ ઑફ સોલોમન : એમાં રચનાર જેરૂસલામની વનિતાઓને સંબોધે છે.

‘ઝોરોસ્તર તમામ વરવધૂઓને સંબંધે છે.

‘સ્પેન્સર ૧૫૯૪ માં ખુદ પોતાના લગ્નપ્રસંગે એક લગ્નગીત ગાય છે. એમાં પણ સંબોધન ‘હે વિદુષી બહેનો !’ એમ છે.’

પછી એક પારસી વક્તાએ એક ગુજરાતી ગીત ટાંક્યું–

‘ચાલો રે બાયો, ચાલો રે બાયો’
‘ચાલો રે ગીતડાં ગાયે જી.
‘બેનના શુભ લગનનાં
‘ચાલો રે ગાતાં ગાયે જી રે.’

નિબંધ વંચાતો હતો ને મારી રમૂજ વધતી હતી. મારી ઉત્સુકતા પણ માંડ અંકુશમાં રહેતી હતી. આવડા બુલંદ પંડિતની પાસે ‘ચાલો રે બાયો ચાલે રે બાયો’ એવી એક કંગાલ કૃતિ સિવાય કોઈ ગુજરાતી લગ્નગીત નહતું ! મારાં સંશોધિત લગ્નગીતોને ‘ચૂંદડી’ સંગ્રહ બહાર પડી ગયો હતો. મારી પાસે, મારા કંઠાગ્રે સો જેટલાં ચૂંટેલાં લગ્નગીતો હતાં. પંડિતોના મેજ પર પહોંચી એ ખજાનો બતાવવાની ઉત્સુકતાને માંડમાંડ રોકી રાખી હું એ ભાષણનું ટાંચણ કરતો બેસી રહ્યો.

એ વિદ્વાન વક્તાના લેખનનું મારું ટાંચણ અહીં પૂરું થાય છે. પંડિત બનવું એ પળે મને મોહક લાગ્યું. થોડીક