પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
૨૧
 

સામગ્રી સાંપડે કે તરત તેના પર અંગ્રેજી ભાષામાં લખવું. એ ભાષા ચીંથરાની ઢીંગલીને પણ પાંડિત્યનો પોષાક પહેરાવી શકે તેવી છે.

અંગ્રેજી ભાષાની આ ગુણવત્તાનું દર્શન તે પછીનું મારું 'ફોક્સોંગ્ઝ ઓફ સધર્ન ઇન્ડિયા'નું ટાંચણ કરાવે છે. એના અંગ્રેજ લેખકની દષ્ટિમાં-

'દ્રવીડી લોકે જે સાહિત્ય ધરાવે છે તે નૈતિક દષ્ટિને હિસાબે જગતે જોયેલ સર્વોત્કૃષ્ટ સાહિત્યમાંનું એક છે. કોઈ પણ ભાષામાં આના કરતાં વધુ સામર્થ્ય અને સંક્ષિપ્તતાનો સંયોગ કદાચ નહિ જડે. અને ખુશીથી કહી શકાય કે કઈ પણ બીજી ભાષા માનવ-મનને વ્યક્ત કરવામાં આનાથી અધિક નિકટગામી અને તત્ત્વદર્શી નહિ હોય.

'પાદરી ટેલર કહે છે કે તામિલ એ સર્વ માનવબોલીઓમાંની સર્વોત્કૃષ્ટપણે સમૃદ્ધિભરપૂર, સુઘડ અને ફરસી વાણી છે.

'ડો. કાલ્ડવેલને મતે તામિલ એ એક જ એવું દેશજ ભાષા-સાહિત્ય છે કે જેણે સંસ્કૃતના અનુકરણથી સંતુષ્ટ ન થતાં એને ટપી જવાને માનભર્યો યત્ન કર્યો છે.'

તામિલ ભાષા અને દ્રવીડી સાહિત્યની આવી અદ્વિતીય સિદ્ધિઓથી આપણે બેનસીબ હોઈએ એવો ખ્યાલ ઉપલા આંગ્જલજનોની પ્રશસ્તિથી આવે છે. અંગ્રેજી ભાષામાં મુકાયેલાં આ અહોગાન સુંદર લાગે છે!