પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
છેલ્લું પ્રયાણ
 


ગાયે રાખ્યું. પરિણામે નીપજી આ લોકકવિતા, કે જેને ટપી જાય તેવું બીજું કંઈ હજુ નથી. સમૂહ-શાયર લેખે જોઈએ તે સ્પેનિશ જનતા એ યુરોપના સર્વોત્તમ સર્જક કવિઓની હરોળમાં બિરાજે છે.'

એ સર્વોત્તમ કવિતાનાં બાહ્યાભ્યતર લક્ષણે બતાવતી અને તુલના કરી આપતી એ મેડેરીઆગાની પ્રવેશિકાનો મારા ટાંચણમાં ટપકેલો પાનાંબંધ ભાગ અહીં ઉતારીને વાચકને વિવેચનથી ગુંગળાવી નાખવા કરતાં તો સારી વાત એ જ છે કે આ સ્પેનિશ લેકવિતાને પોતાને સ્વયંપ્રતીત બનવા દઉં. ટાંચણમાંનાં એ મુક્તકોને જ ગુજરાતી ગદ્યમાં મૂકું--

¤

તકદીરે જુદાં પાડેલાં
એ ઝાડ જેવાં તું ને હું:
વચ્ચે પડ્યો છે રસ્તો,
પણ ડાળીઓ આપણી ગૂંથાઈ ગઈ છે ઊંચે.

¤

ઓ માડી!
પાણી-સર્યે એણે મારું બેડું ફોડયું.
બેડાનું મને દુઃખ નથી,
દુખ તો છે ગામગપાટાનું.

¤

બે જણીઓ જોડે મને જોઈને
રસ્તે જતી તું થડકતી ના;
મેળે તો ઘણા ય જાય,
પણ એ તે જોવા–વોરવા નહિ.

¤