પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ પ્રાણ હજુ મર્યો નથી
૩૧
 


એક રૂપાળી બાળા
ગોખે અઢેલીને ઊભી હતી.
એણે મારો આતમ માગ્યો;
મેં એને હૈયુ આપ્યું.
એણે મારો આતમ માગ્યો
મેં એને રામરામ કર્યા.

¤

ઓ જાય વાયરામાં લહેરાતા
મારા પ્રીતમના નિ:શ્વાસ,
ઓ જાય હવામાં
ઓ જાય–ઓ જાય.

¤

સફેદ નાનું પારેવું
હિમ જેવું સફેદ,
હરિયાળીમાં ઊતર્યું;
નહાવું છે એને.
સોનાની પાંખો,
દૂધ જેવું મોઢું;
સરસવ સમી આંખો.
હરિયાળીમાં જઈશ ના પંખી,
આવ મારી સંગે,
હરિયાળીમાં જઈશ ના પંખી,
કારણ કે મને તું વિસરાતું નથી.

તાલ કે સૂરના બાહ્ય સુશોભનથી વેગળું પાડીને જે સૌન્દર્ય આ તરજુમો આપણને બતાવે છે તે શું ઓછું છે? મેડેરીઆાગાના શબ્દો સાર્થ બને છેઃ 'સ્પેનિશ લોકકવિતા એ કોઈ અન્ય સાહિત્યની પેટા-નીપજ નથી પણ સ્વયંસ્વાધીન,