પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
છેલ્લું પ્રયાણ
 


સ્વાયત્ત વસ્તુ છે. એમાં પ્રભાતની તાજગી છે, સભાન વ્યક્તિગત કલાવિધાન પ્રત્યે લાપરવાહી છે, ઉચ્ચારણની સચ્ચાઈભરી ઉત્સુકતા છે અને ઘડીક કોઈ પ્રાચીન આકારનું અનુકરણ કરતી તો ઘડીક મૌલિક ઘાટ ઉતારવા મથતી, ઘડીક ચમક લાવવા ઉદ્યમ કરતી તો ઘડીક કોઈ ઉદેશ અગર વિચારની હિમાયત માટે ઉદ્યત થતી એવી બૌદ્ધિક કવિ-રચનાથી વેગળી બેસીને આ સ્પેનિશ લેકકવિતા નિરુદેશપણે સર્જાય છે,અનુભવના વૃક્ષ પરથી પાકા ફળની પેઠે ટપકી પડે છે, અને વિના યત્ને એક કાતિલ પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે.'

¤

રો○ એ○ સો○ ના ગ્રંથાગારમાં સાંપડેલી આ સ્પેનિશ સમધર્મીની દોસ્તીને તાજી કરતો પાનું ફેરવું છું ત્યાં સામા મળે છે 'ઉન્નડ ખુમાણ ક્રાંકચના.' ભાઈબંધી પણ આ પરિભ્રમણની વાટે કેવી પચરંગી પામ્યો છું ! કોઈક ભાઈએ મુંબઈમાં મને શોધી કાઢ્યો અને સંદેશ દીધો: 'કુડલા ગામના એક ગૃહસ્થ તમને સેન્ડહર્સ્ટ રોડના અમુક મકાને મળવા માગે છે. એની પાસે જોગીદાસ ખુમાણ વિશેની એક ઘટના છે.'

સોનેરી પટાવાળી લાલરંગી ચક્કરઘાટ પાઘડી પહેરીને બેઠેલા એ ગૃહસ્થ, જીભની કશીક ખોટને લીધે પ્રત્યેક શબ્દ ચીપી ચીપીને ત્યાં મને નીચેનો કિસ્સો કહી બતાવ્યો: –

'અમારા જ કુટુંબની આ વાત છે. કુંડલામાં અમારા દાદા જીવા પારેખ થઈ ગયા. ઠાકર વજેશંગજીના કાળમાં એ કુંડલા મહાલનો ઈજારો રાખતા, મહારાજના કૃપાપાત્ર