પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ પ્રાણ હજુ મર્યો નથી
૩૩
 


હતા, રાણી નાનીબાએ ભાઈ કહી રાખેલા. એમણે ૪૦૦૦ રૂપિયાના બે સોનાના તોડા નાનીબાને ભેટ આપેલા. નાનીબાએ તેમને ઈજારો કાયમ રખાવેલ. જીવા પારેખના દીકરા જૂઠાભાઈ, માધવજીભાઈ, ગિરધરભાઈ, ભગવાનભાઈ ને રામજીભાઈ.

'એક દિવસ એક ઘોડેસવાર સાંજને ટાણે બજારમાં આવી ઊભો રહ્યો, પૂછયું:

'આ દુકાન ગિરધર શેઠની?'

'કહ્યું: 'હા.'

'લ્યો આ ચિઠ્ઠી.'

'ચિઠ્ઠી હાથોહાથ દઈ, દુકાનની દીવાલમાં બંદૂકનો ભડાકો કરી ઘેડેસવારે ઘોડી ઉપાડી મૂકી.

'થોરના દૂધથી ચોડેલી એ ચિઠ્ઠીમાં લખ્યું હતું. 'તને મારવો હોય તો આટલી વાર. પણ ન મારું. તું પારેખનું ખોરડું. તું ઠાકોરને જલદી મનાવજે.'

'કુંડલામાં આરબની બેરખ રહેતી; ચાઉસ જમાદાર કહે કે, ચાલો એની પાછળ ચડીએ.

'ગિરધર પારેખ કહે: 'ના, ના.'

'ઓ પારેખ, તમે આ શું કહો છે? ચડ્યા વિના ન ચાલે.'

'ના, ના.'