પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ પ્રાણ હજુ મર્યો નથી
૩૫
 

 'બહારવટિયે પૂછયું: 'કેમ આવવું પડયું, પારેખ ?'

'કહે કે, પિરસણું લઈને.' એમ કહી વીસ મણ લાડવા હાજર કર્યા.

'અરે પણ આટલું બધું ?'

'હા, જોવે.'

'બીક ન લાગી ?'

'ન લાગે. કળ કોણ?'

'પછી પાછા ફરી ગયા.'

¤

એ સેન્ડહર્સ્ટ રોડ પરના મકાનમાં આ વાત કહેનારનું નામ મળે છે ટાંચણમાં: એ હતા જીવા પારેખના પૌત્ર દ્વારકાદાસ પારેખ. એમની ચોકસાઈ પણ કેટલી બધી હતી ! પાછળથી એમણે મને કહેવરાવ્યું કે આ કિસ્સો જોગીદાસ ખુમાણનો નહિ પણ એમની પછીના બહારવટિયા, ક્રાંકચના ઉન્નડ ખુમાણનો છે.

પારેખના પુત્ર ભગવાનભાઈનું જિગર કેટલું જબરું હશે! હાડોહાડ વૈરથી ભરેલા બહારવટિયાની સાવઝ-બોડમાં જનાર એ વણિકને બાન પકડાવાની પૂરી સંભાવના હતી. ને બાનને બહારવટિયા ખતમ પણ કરતા. એ જાણ્યા છતાં પોતે ચાલ્યા અને દીકરાનાં લગ્ન વચ્ચે આવી હામ ભીડ. વણિકના રક્તમાં રાજપૂતી હતી.

મારા મેઘાણી કુટુંબનો જ એક કિસ્સો યાદ ચડે છે.