પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
છેલ્લું પ્રયાણ
 


પ્રેમજી મેઘાણી, ભાયાણી કાઠીએાના કામદાર, ધણીના કટ્ટર શત્રુ ધાનાણી કાઠીઓના ગામ લાખાપાદરની બજાર સોંસરા નીકળે છે. ગાડું હતું સાથે, પણ બજારમાં પોતે હેઠા ઊતરી ચાલતા હતા. હાથની આંગળીમાંથી સોનાનો વેઢ પડી જાય છે. પણ એની ખેવના કર્યા વગર પોતે ચાલ્યા જ જાય છે. ધાનાણીઓનો ભરચક દાયરો બેઠો છે. એમાંથી એક જણે વેઢ પડી ગયેલો જોયો, સાદ પાડ્યો, 'અરે કામદાર, આ વેઢ પડી ગયો.'

પ્રેમજી મેઘાણીએ પાછળ ફરી, પલ વાર ઊભા રહી, પ્રત્યુત્તર વાળ્યો:

'જાણું છું, પણ હું ભાયાણીનો કામદાર, ધાનાણીની ધૂડમાં હાથ નાખું નહિ.'

ચાલ્યા ગયા. એવા તિરસ્કાર શબ્દો પણ શત્રુ હદમાં પડેલી ઉમદા લાગણીને સ્પર્શયા. ડાયરામાંથી કોઈ એ સામો હરફ ન કાઢ્યો. જવા દીધા.

¤

એ વણિક સંસ્કાર, જેના ઉપર વર્ષોથી 'વાણિયાગત'ના કુસંસ્કારનો પોપડો બાઝી ગયો છે, તેની ચમક, વર્તમાન યુગમાં ફરી બહાર આવી છે. બરમા, જાપાન અને મલાયામાં રુંધાઈ રહેલા વણિક યુવાનના કેટલાક કાગળો વાંચવા સાંપડ્યા છે. કોઈ જુવાનો વિણપરણ્યા ગયા હતા ને ત્યાં જ રોકાઈ રહ્યા. કોઈ તાજા લગ્ન કરી, મહેકતું જોબન લઈ એકાકી દરિયો ઓળંગી ગયા, પાછળ નવવધૂઓ ફફડતી