પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ પ્રાણ હજુ મર્યો નથી
૩૭
 

 બેઠી રહી. ન સામે પારથી તાર કે ટપાલ, ન રેડિયો દ્વારા ય પતો! ત્રણચાર વર્ષે જાણ પડે છે કે એ જીવતા છે, સુભાષ બોઝનો સંજીવની-સ્પર્શ પામ્યા છે, સમગ્ર સત્ય કોઈ ગુલાબી સ્વપ્નસમું બની સમેટાઈ ગયું છે, આઝાદો હતા તે કારાગારમાં ધકેલાયા છે ને કારાગારમાંથી એમને છોડાવવાના પ્રયત્નો ચાલે છે. એની વચ્ચે એક કાગળ વાંચવા મળે છે. નામું લખવામાં જેટલી સુઘડતા તેટલી જ સુઘડતાવાળા મરોડદાર અક્ષરોમાં લખ્યું છે –

......... (બર્મા)
૧૪–૩–૪૬, ગુરુવાર

પૂ. ..ભાઈ,

જય હિંદ. એક સ્નેહ મારફતની ચોપડી વાંચવા મળેલી. સત્યકથા પર રચાઈ છે એટલે દિલને અસર કરે એ સ્વાભાવિક છે. અંગ્રેજોએ હિંદીઓ પર કરેલ ત્રાસ વર્ણવાયો નથી. હશે. લાખો હિંદીઓ ભાગતાં ભાગતાં મરી ગયાં, અગ્નિસંસ્કાર પણ ન અપાયો.

“હજુ એ દિવસ દૂર છે કે જ્યારે દેશ માટે લાખની સંખ્યામાં મરણિયાઓ નીકળે. બંગાળના દુષ્કાળની કથા આથી ય ભયંકર છે. કાગડા કૂતરાનું મોત ભલે થાય, પણ હજુ ય દેશ ખાતર શહીદ થવાનું કેમે ય ગળે ઊતરતું નથી. વારુ, ક્યારેક સમજ આવશે.

"હમણાં હું બારસો સાથીઓ સાથે કારાગૃહમાં છું. બધા આઝાદ હિંદવાળા છીએ. દસેક મહિના થયા. હજુ દેશ