પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સજણ ગિયાં ને શેરીયું રહી!
૪૫
 

 નાગમદે-નાગવાળો, શેણી–વીજાણંદ, મેહ-ઉજળી વગેરેની કરુણાન્ત પ્રેમગાથાઓમાં ઉતરી પડી દુહા પર દુહા રેલાવે જાય છે. ખંડિત અને તેમ છતાં મૂળ વિષયને વળગી રહેતી એ કવિતા સૂત્રાત્મક સ્વરૂપને પામી રહે છે-

સજણ ગિયાં ને શેરીયું રહી,
ઊડવા લાગી ખેપ;
ઊડવા લાગી ખેપ તે ઝારા ઝરે
ઓતરની વાદળી સૂકાં સ્રોવર ભરે.

તૂટી પાળ તે નીર ગ્યાં વહી,
સજણ ગિયાં ને શેરીયુ રહી.

છેવટે –

માયા રાખજો માનવી, હૈયે રાખજો હેત;
બોલ્યાં ચાલ્યાં માફ કરજો, અવગણ અમારા અનેક.

એમ કહીને પાછા વળવું જ રહ્યું ! પણ પછી પાછો નરને બદલે નારીને ઝૂરવા વારો આવે છે આ અડબૂથની વાણીમાં-

સાજણે ઘોડો શણગારિયો,
દોરી કાઢ્યો ડેલા બા'ર;
વજોગણી ખેાળા પાથરે,
સજણ, ઘેરે શિયાળો ગાળ.
ઘેરે શિયાળો ગાળ્ય તે આડયું
અમો તમારા જીવની નાડ્યું.

તે પે'લાં લૈને અમને બરછીએ માર,
સજણે ઘોડો શણગારિયો, દોરી કાઢ્યો ડેલા બા'ર.

¤