પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સજણ ગિયાં ને શેરીયું રહી!
૫૧
 

જાવું છે નિરવાણી ગરૂ મારા !
જાવું છે નિરવાણી રે-ચેતનહારા૦

માટી ભેળી તારી માટી થાશે,
પાણી રે ભેળાં પાણી;
કાચી કાયામાં કાંઈ યે ન જાણ્યું ભાઈ!
શું ભૂલ્યો તું તો પ્રાણ રે–ચેતનહારા૦

રાજા જાશે પરજા જાશે,
જાશે રૂપાળી રાણી;
ઈદરનું ઈંદ્રાસન જાશે
બ્રહ્મા ને બ્રહ્માણી રે–ચેતનહારા૦

¤

અવિચળ વાસ ગુરુને ચરણે,
દાસી પોતાની જાણી;
ગુરુ પ્રતાપ ગાય અમરસીંગ
બોલ્યા અમર વાણી—ચેતનહારા૦

સ્મશાનની સેલી (રાખ)થી શરૂઆત કરીને સમાપ્તિ પણ 'જાવું છે નિરવાણી' થકી જ કરી. વચ્ચે એણે સજણાનાં સૌંદર્ય, વરમાળ, માયરા, વિદાય, શેરીઓના સૂનકાર, ખાલી પડેલ ખોરડાં, ચાલી નીકળેલ સ્વજનની વેલ્યની ઊડતી ખેપટ, આડા દેવાઈ ગયેલાં વન, સ્વપનાલિંગન, ખોબલે ખોબલે આંસુડાં, પલંગ પછડાતા હાથ-એમ પ્રગાઢ પ્રણયની આરઝૂઓ ગાઈ. પછી, વહી જતા જોબનની વિદાય ગાઈ, શૂન્ય સંસારને પાછળ છોડી તીર્થશૃંગોનાં ચડાણ ગાયાં, ને છેલ્લે નિર્વાણ ગાયું. એ ગાન એક ને અખંડ છે. લોકકવિતા સમુચ્ચયસ્વરૂપ છે. સમગ્રતાએ જ એનું ગાયેલું ગ્રહવું જોઈએ. એના