પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
છેલ્લું પ્રયાણ
 


એકાદ કોઈ પ્રદેશને છૂટો પાડીને સમૂહ-જીવનનું તત્ત્વરહસ્ય તોળાય નહિ.

¤

આ પ્રવાસ ક્યાંનો હતો ? કયારનો હતો? આગળ આવતું એક પાનું પતો આપે છે. ૧૯૨૯ ની સાલ અને ફેબ્રુઆરીથી એપ્રિલના એ મહિના હતા. વસવાટ હતો ભાવનગરમાં. મુંબઈની જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે પખવાડિયે અકકેક એવાં છ વ્યાખ્યાનોનું સત્ર મળ્યું હતું. દર વ્યાખ્યાને ભાવનગરથી મુંબઈ જતો. એમાંના એક પ્રવાસેથી પાછા વળતાં આ સાથી ભેટી ગયો હતો. એ વ્યાખ્યાનમાલાનું ટાંચણ માનસપટ પર રહ્યું છે. કાવસજી જહાંગીર હોલમાં તો શ્રોતાસમૂહ ચિકાર રહેતો. પ્રમુખસ્થાને બેસતા સ્વ. ડૉ.સર જીવણજી મોદી : પેલા રોયલ એશિયાટિક સોસાઇટીના મારા વાચન-ખંડમાં લગ્નગીતો પર એ જ નિબંધ વાંચનારા જે વૃદ્ધ વિદ્વાન હતા તે જ એ ડૉ.મોદી.

એમની પાસે મને મોકલનાર મુરબ્બીશ્રી કૃષ્ણલાલ ઝવેરી. મારી સૌ પહેલી નાનકડી કૃતિ 'કુરબાનીની કથા'થી લઈ આજ પર્યત મારી લેખનપ્રવૃત્તિમાં જેમનો રસ કદી ન્યૂનતાને પામ્યો નથી એવા એ મુરબ્બીને મળવા ગયો હતો મુંબઈમાં. કહે કે 'ઝવેરચંદ.ડૉ. જીવણજી મોદીનો આ કાગળ છે.એ લખે છે કે સૂરતમાં પોતે હમણાં ગયેલા ત્યાં ગુજરાતી સ્ત્રીઓના લગ્નગીતો સાંભળી આવેલ છે, ને એ વિશે વધુ જાણવા માગે છે. તું જ જઈને એમને બધું કહી આવ.'

એમની ચિઠ્ઠી લઈને ગયો. એ પારસી બુઝર્ગને મેં ગુજરાતી