પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૪]

જોખમની વચ્ચે જીવવાની મોજ

જ્ઞાનપ્રસારક મંડળીવાળું બીજુ, કે પછી ત્રીજું, વ્યાખ્યાન આપવા મુંબઈ જતો હતો. વઢવાણ જંક્શનથી એક સ્નેહીનાં પુત્રી અને એમનું ધાવણું બાળક સાથે થયાં. બીજો સંગાથ નહોતો, પણ હું ધરનો જ સથવારો સાંપડ્યો. સ્નેહીનાં પત્ની નચિંત બન્યા. કહે તાર કર્યો છે, જમાઈ સ્ટેશને આવશે.

વળતી સવારે ગ્રાંટરોડ સ્ટેશને ઉતર્યાં, સામે કોઈ આવેલું નહોતું. બહાર નીકળી વિકટોરિયા કરી. આઠ જ આનામાં વિકટેરિયાવાળો મુસ્લિમ છેક ભીંડીબજાર આવવા તત્પર બન્યો ! ગાડી ચાલી, માર્ગો મોટે ભાગે સુમસામ દેખાય, પણ કોઈ કારણ્ પુછવા-જાણવાનું ઓસાણ જ ન ચડ્યું. મહમદઅલી રોડ પર આવ્યા, તો પણ પરિસ્થિતિની વિચિત્રતા વિચારમાં ન આવી. વિકટોરીઆ છેક જુમામસીદ નજીકના એક બે માળવાળા મકાન પર જઈ ઠેરી, ત્યારે નજર પડી કે એ મકાનનું પ્રવેશદ્વાર બંધ છે, આજુબાજુ બધા માળા બિડાયેલા છે, મસાણ જેવો મામલો છે. માર્ગ પર